ખેલ-જગત
News of Thursday, 12th September 2019

ગ્રેન્ડ ચેસ ટૂર ફાઈનલમાં સ્થાન મેળવવા વિશ્વનાથન આનંદ કોન્ફીડન્ટ

ભારતના ચેસ સમ્રાટ વિશ્વનાથન આનંદે કહ્યુ હતું કે તે લંડનમાં રમાનારી ગ્રેન્ડ ચેસ દૂર (જીસીટી) ફાઈનલમાં સ્થાન મેળવવા કોન્ફીડન્ટ છે. જીસીટી ફાઈનલ ૩૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન લંડન ચેસ કલાસીક દરમિયાન યોજાશે. આ ફાઈનલની તૈયારી માટે આનંદ તાતા સ્ટીલ રેપીડ અને બ્લિટઝ ટુર્નામેન્ટમાં પર્ફેકટ ફિનીશ કરવા ઈચ્છે છે. જે ૨૨ થી ૨૬ નવેમ્બર દરમિયાન રમાશે. જીસીટી ફાઈનલમાં પહોંચવા આનંદને ૧૩ પોઈન્ટ્સની જરૂર છે.

(3:56 pm IST)