ખેલ-જગત
News of Thursday, 12th September 2019

ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને મને મારા પ્લેયર્સ પર ગર્વ છે : છેત્રી

ભારત - કતાર વચ્ચેનો મેચ ડ્રો થયો હતો : સુનિલને તાવના કારણે મેચ રમી શકયો ન હતો : ટ્વીટ કર્યુ

દોહામાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ અને એએફસી એશિયન કપ જોઇન્ટ કવોલિફાયર રાઉન્ડ-૨માં કતાર સામે ભારતની ફુટબોલ ટીમે ફાઇટિંગ-ડ્રો મેળવી હતી. આ માટે પ્રાઉડ ફીલ કરનાર ભારતના કેપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું હતું કે શ્નમને મારી ટીમ પર ગર્વ છે. ગુરપ્રીત સિંહ સંધુની કેપ્ટન્સીમાં ભારતે કતાર સામે ડ્રો મેળવીને પહેલો પોઇન્ટ મેળવ્યો હતો.

સુનીલ ફીવરને કારણે એ મેચમાં નહોતો રમ્યો. ટ્વટિર પર આનંદ વ્યકત કરી સુનીલે ટ્વીટ કર્યું, ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને આ મારા પ્લેયર્સ છે. મને આ ક્ષણ પર કેટલો ગર્વ છે એ વ્યકત કરવા મારી પાસે શબ્દો નથી. પોઇન્ટ ટેબલની દૃષ્ટિએ બહુ મોટું રિઝલ્ટ નથી, પણ ટીમે જે રીતે ફાઇટ આપી એ મોટી વાત છે. આનો શ્રેય કોચિંગ સ્ટાફ અને ડ્રેસિંગ રૂમને જાય છે. ભારત આગામી કવોલિફાયર મેચમાં ૧૫ ઓકટોબરે બંગલા દેશની યજમાની કરશે.

(3:55 pm IST)