ખેલ-જગત
News of Thursday, 12th September 2019

બાહો મેં તેરી...

ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની ક્રિકેટ ઈનીંગ માટે જેટલો જાણીતો છે એટલો જ જાણીતો પોતાની લવ લાઈફ માટે પણ છે. હાલમાં મિસ્ટર કોહલીએ મિસિસ કોહલી સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટોમાં અનુષ્કા સમુદ્ર કિનારે બ્લેક બિકિનીમાં લોન્ગ ચેર પર બેઠી છે અને તેના ખોળામાં બેસેલો કોહલી આંખ મારી પાઉટ કરતો સેલ્ફી કિલક કરે છે. આ ફોટો ટીમ ઈન્ડિયાની પાછલી વેસ્ટ ઈન્ડિઝ ટૂર દરમિયાન લેવાયો છે, જેમાં અનુષ્કાએ વિરાટ સાથે ટૂર દરમિયાન સમય પસાર કર્યો હતો.

(3:53 pm IST)