ખેલ-જગત
News of Thursday, 12th September 2019

ઓલિમ્પિક કવોલિફાયર મેચની તૈયારીના ભાગરૂપે ભારતની મેન્સ હોકી ટીમ બેલ્જિયમના અને મહિલા ટીમ અમેરિકાના પ્રવાસે

મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ અને કોચ જોર્ડ મારીજ. :પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ અને કોચ ગ્રાહમ રીડ

ભારતની પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે રશિયા સામે ઓલિમ્પિક કવોલિફાયર મેચની તૈયારી કરવા ભારતની ટીમ બેલ્જિયમની ટૂર પર જશે. ટોકયો ઓલિમ્પિક કવોલિફાયરના ફાઇનલ રાઉન્ડમાં ભારત એક અને બે નવેમ્બરે ભુવનેશ્વરમાં લોઅર-રેન્ક રશિયા સામે રમશે. આ વિશે મનપ્રીતે કહ્યું હતું કે પહેલાં અમે બેલ્જિયમ સામે અને પછી ઓલિમ્પિક કવોલિફાયર મેચ રમીશું. અમે રશિયાને ઓછું નહીં આંકીએ, કારણ કે તેમનો ડિફેન્સ બહુ સારો છે. તેઓ પણ ઓલિમ્પિકમાં કવોલિફાય કરવા કોશિશ કરી રહ્યા છે.

ભારતની મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં કવોલિફાય કરવા અમેરિકા સામે રમશે. ભારતની કેપ્ટન રાની રામપાલે કહ્યું હતું કે શ્નઅમારી ટીમે ખૂબ જ સારી તૈયારી કરી છે. પ્લેયરોની ફિટનેસ શાનદાર છે. અમે બધા ઘણા સમયથી સાથે રમી રહ્યા છીએ એથી મઙ્ખચમાં કોર્ડિનેશન કામમાં આવશે.

(3:52 pm IST)