ખેલ-જગત
News of Thursday, 12th September 2019

UFA યુરો કપ :રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં 8મી હેટ્રિક : પોર્ટુગલની સતત બીજી જીત

 

મુંબઈ UFA યુરો કપ માટે  ક્વોલિફાયર રાઉન્ડમાં પોર્ટુગલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા લિથુઆનિયાને 5-1 થી માત આપી છે. લિથુઆનિયાના વિલનિયસમાં રમાયેલી મેચમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 4 ગોલ કર્યા હતા. તેણે ઇન્ટરનેશનલ મેચમાં 8 મી હેટ્રિક કરી હતી. ક્લબ ફૂટબોલ સહિત રોનાલ્ડોના કરિયરની 54 મી હેટ્રિક હતી. પોર્ટુગલની સતત બીજી જીત છે. તેણે ગયા મુકાબલામાં સર્બિયાને 4-2 થી હરાવ્યું હતું.

ફુટબોલ દિગ્ગજ ખેલાડી રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ મેચમાં 93 ગોલ કર્યા છે. તેણે પોર્ટુગલ માટે છેલ્લી 27 મેચમાં 32 ગોલ કર્યા છે. લિથુઆનિયા વિરુદ્ધ રોનાલ્ડોએ 7મી મિનિટે પેનલ્ટીને કન્વર્ટ કરીને પહેલો ગોલ કર્યો હતો. જોકે વિતાઉતસે 28મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર લાવી દીધો હતો.
બીજા હાફમાં પોર્ટુગલે બીજા હાફની સરખામણીએ આક્રમક શરૂઆત કરી હતી. રોનાલ્ડોએ 61મી, 65મી અને 76મી મિનિટે ગોલ કર્યા હતા. જીત સાથે પોર્ટુગલની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. યૂક્રેન પહેલા સ્થાને છે.

(12:27 am IST)