ખેલ-જગત
News of Wednesday, 11th September 2019

પર્યાવરણમાં ફેરફારને લીધે ગરમીથી બચવા ક્રિકેટમાં હીટ રૂલ લાવવાની ભલામણ

લંડન : સ્પોર્ટ્સના રિસર્ચર્સ અને પર્યાવરણના વિદ્યાર્થીઓએ સાથે મળીને ક્રિકેટ ઓથોરિટીને મેચમાં હીટ રૂલ લાવવાની અને મેચ મોકૂફ રાખવા વિશેના મુદ્દાઓની ભલામણ કરી છે. બ્રિટિશ અસોસિયેશન ફોર સસ્ટેનેબલ સ્પોર્ટ સાથે મળીને બે યુનિવર્સિટીએ યુવા પ્લેયરોનું વધારે ધ્યાન રાખવા માટે આ અરજી કરી છે. વળી હવાની અવરજવર રહે એ માટે ઇકિવપમેન્ટ બનાવનારા મેન્યુફેકચરોનું આ વિશે ધ્યાન દોરવામાં આવ્યું છે.

લોર્ડ્સ મેદાનના સસ્ટેનેબિલિટી મેનેજર રસેલ સેયમૌરે આ વિશે માત્ર ક્રિકેટ જ નહીં, પણ તમામ સ્પોર્ટ્સને આવરી લેવાની વાત કરી હતી અને પ્લેયરો માટે વધારે પંખા લગાવવાની વાત કહી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં દુકાળ, સુકાળ જેવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોય છે. આ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાની મેચો પર ગરમીને કારણે જયારે પાણીને કારણે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ પર અસર પડી હતી. આવા અનેક દાખલાઓ આપીને કિક્રેટ ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેથી કરીને પ્લેયરોને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

(3:39 pm IST)