ખેલ-જગત
News of Friday, 12th July 2019

વર્લ્ડકપમાં જો રૂટે સૌથી વધુ ૧૨ કેચ ઝડપી રેકોર્ડ બનાવ્યો

મુંબઈઃ વિશ્વ કપ ૨૦૧૯નો વર્લ્ડકપનો ફાઈનલ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પહેલા ઈંગ્લેન્ડ ટીમના ખેલાડી જો રૂટે વિશ્વકપમાં ઈતિહાસ રચ્યો છે  બેટ અને ફીલ્ડિંગથી વિરોધી ટીમ માટે મુશ્કેલી બનેલા જો રૂટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ એક વિશ્વ કપમાં સૌથી વધુ કેચ ઝડપવાનો વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે. જો રૂટે આ વર્લ્ડકપમાં ૧૨ કેચ લીધા છે, જે એક ફીલ્ડર દ્વારા એક વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં ઝડપવામાં આવેલા સૌથી વધુ કેચ છે. જો રૂટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વર્ષ ૨૦૦૩ના વિશ્વ કપમાં સૌથી વધુ કેચ લીધા હતા. જો રૂટે વિશ્વ કપ ૨૦૧૯ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પેટ કમિન્સનો કેચ સ્લિપમાં લીધો હતો. આદિલ રાશિદના બોલ પર કમિન્સનો આ કેચ ઝડપતા જ રૂટે આ વિશ્વકપમાં ૧૨ કેચ લેવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પહેલા જો રૂટે બેટથી એક વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

(3:28 pm IST)