ખેલ-જગત
News of Thursday, 12th July 2018

સિંધુ, પ્રણોય પહોંચ્યા થાઈલેન્ડ ઓપનની પ્રિ-કવાર્ટર ફાઈનલમાં

બેંગકોકમાં ટોચના બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને એચ.એસ. પ્રણોય સ્ટ્રેઈટ ગેમ્સ જીતીને વર્લ્ડ ટૂર સુપર ૫૦૦ ટુર્નામેન્ટની પ્રિ-કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ઓલિમ્પિક સિલ્વર મેડલીસ્ટ સિંધુએ બલ્ગેરીયાની લીન્ડા ઝેશીરીને ૨૧-૮, ૨૧-૧૫થી હરાવી હતી. હવે તેનો મુકાબલો હોન્ગકોન્ગની યીપ પૂઈ યીન સામે થશે. જયારે ઈજામાંથી સજા થયા બાદ ફકત બીજી ટુર્નામેન્ટ રમતા પ્રણોયે સ્પેનના પાબલો એબિયનને ૨૧-૧૬, ૨૧-૧૯થી હરાવ્યો હતો.(૩૭.૧)

 

(2:36 pm IST)