ખેલ-જગત
News of Thursday, 12th July 2018

ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવીને ક્રોએશિયન ટીમ ફાઇનલમાં

ફાઇનલમાં ફ્રાન્સની સામે જોરદાર જંગ ખેલાશે : ફ્રાન્સની ટીમ ત્રીજી વખત ફીફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઇ : ૧૫મી જુલાઇના દિવસે ફાઇટ ટુ ફિનિશ

મોસ્કો,તા. ૧૨ : ફિફા વર્લ્ડ કપમાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ક્રોએશિયાએ અપસેટ સર્જીને ફાઇનલમાં કુચ કરી હતી. ક્રોએશિયાએ સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ પર જીત મેળવીને તેની તમામ આશા પર પાણી ફેરવી દીધુ હતુ. આ મેચમાં ક્રોએશિયાની ટીમે ઇંગ્લેન્ડ પર ૨-૧થી જીત મેળવી હતી. વધારાના સમયમાં ક્રોએશિયાના મારિયો માનજુકિટોએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બંને વચ્ચે હવે ૧૫મી જુલાઇના દિવસે ફાઇનલ મેચ રમાશે.ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા. ક્રોએશિયાની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. નિર્ધારિત સમય સુધી બંને ટીમો એક એક ગોલથી બરોબર હતી. તે પહેલા સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાયેલી પ્રથમ સેમીફાઇનલ મેચમાં ફ્રાન્સે બેલ્જિયમ પર ૧-૦થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. આની સાથે જ ફ્રાન્ની ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં કુચ કરી ચુકી છે. મેચમાં એકમાત્ર ગોલ ઉમટિટી એ ૫૧મી મિનિટમાં કર્યો હતો. ફ્રાન્સની ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયા બાદ નવી આશા જાગી છે. ફ્રાન્સના ચાહકો રોમાંચિત દેખાયા હતા. ફ્રાન્સની ટીમ હવે ચેમ્પિયન બનવાથી માત્ર એક મેચ દુર છે. ટીમે વર્ષ ૧૯૯૮માં પોતાની યજમાનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોચ્યા બાદ ફાઇનલમાં બ્રાઝિલને હરાવીને ફીફા વર્લ્ડ જીતી લેવામાં સફળતા મેળવી હતી.  વર્લ્ડકપમાં આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જોવા મળી રહી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માસ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ હતી. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો.  રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે.  નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી.  જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ છે.  યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ મેદાન ખાતે સફળ રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. પ્રથમ રાઉન્ડના દોર બાદ હવે અનેક ટીમો બહાર ફેંકાઇને સ્વદેશ પરત ફરી ચુકી છે.તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે.  ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે આ વખતે પહોંચી હતી.એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી હતી. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત હતા. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે રમાશે.

(12:40 pm IST)