ખેલ-જગત
News of Wednesday, 12th June 2019

વર્લ્ડકપ -2019 :પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો 41 રનથી શાનદાર વિજય

ડેવિડ વોર્નરે સદી ફટકારી :એરોન ફિન્ચે પણ 87 રન ઝૂડ્યા :308 રનના લક્ષ્યાંકસ સામે પાકિસ્તાન 266 રનમાં ઓલ આઉટ

 

ટૉન્ટન: આઈસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો 41 રનથી શાનદાર વિઅજ્ય થયો છે વર્લ્ડકપની 17મી મેચમાં પાકિસ્તાને ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરી હતી પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ ડેવિડ વૉર્નરની સેન્ચુરી અને કેપ્ટન એરોન ફિન્ચના  82 રનની મદદથી 307 રન બનાવ્યા જેની સામે પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી

ઑસ્ટ્રેલિયા તરફથી વૉર્નરે સૌથી વધુ 107 રન બનાવ્યાહતા તેના કરિયરની 15મી સેન્ચુરી હતી. તેણે કેપ્ટન ફીન્ચ સાથે પ્રથમ વિકેટ માટે 146 રનની ભાગીદારી નોંધાવી.હતી ઓપનર્સ સિવાયના બેટ્સમેનો નિષ્ફળ રહેતા ઓસ્ટ્રેલિયાએ  49 ઓવરમાં 307 રન બનાવ્યા હતા પાકિસ્તાન વતી મોહમ્મ્દ આમિરે 10 ઓવરમાં 30 રન આપી 5 જ્યારે શાહિન આફ્રિદીએ બે વિકેટ ઝડપી હતી

.307 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ એક સમયે કંગાળ હારના ભય નીચે પહોંચી ગઈ હતી. તેણે 160 રનના સ્કોરે 6 વિકેટ ગુમાવી દીધી.

 પાકિસ્તાન માટે ઈમામ ઉલ હકે 53 અને મોહમ્મદ હાફિઝે 46 રન બનાવ્યા પણ બાકીના બેટ્સમેનો ફેલ રહ્યાં. બાદમાં કેપ્ટન સરફરાઝ અહેમદ(40) અને પૂંછડિયા બેટ્સમેનો હસન અલી (32) અને વહાબ રિયાઝ (45)એ લડત આપતા પાકિસ્તાન મેચમાં પરત ફર્યું હતું પણ મિચેલ સ્ટાર્કે રિયાઝ અને મોહમ્મદ આમિરને એક જ ઓવરમાં આઉટ કરી ઑસ્ટ્રેલિયાને જીતની નજીક લાવી દીધું. હતું પછીની ઓવરમાં મેક્સવેલે સરફરાઝને રનઆઉટ કરી ઑસ્ટ્રેલિયાને વિજયી બનાવી દીધું હતું. ઑસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3 જ્યારે સ્ટાર્ક અને કેન રિચર્ડસને 2-2 વિકેટ લીધી હતી

(12:53 am IST)