ખેલ-જગત
News of Saturday, 12th May 2018

મેં મારા જીવનમાં ખૂબ સ્ટ્રગલ કર્યુ

પ્રોફેશ્નલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરવાનું શીખી ગયોઃ કોહલી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને આ સેલીબ્રીટી કપલની પર્સનલ લાઈફ પર સતત મીડીયાની નજર રહે છે, પણ એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઘણી વાર હું આ બાબતોથી ચિડાઈ જતો હતો પણ હવે મેં પર્સનલ અને પ્રોફેશ્નલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવાનું શીખી લીધુ છે. ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું ક્રિકેટ અને પરિવારને સમય આપવાનું શીખી ગયો છું. સેલીબ્રીટી પણ એક નોર્મલ વ્યકિત છે અને તેને પણ સામાન્ય લોકોની જેમ જીવવાનો અધિકાર છે, દરેક વ્યકિતને સ્પેસ આપવાની જરૂર છે. એક સામાન્ય પરિવારમાંથી આવતો વિરાટ કોહલી જીવનમાં એક ઉંચાઈ પર પહોંચી ગયો છે. એ વિશે બોલતા તેણે કહ્યું હતું કે મને મારા જીવનની સ્ટ્રગલની ખબર છે. જુનિયર ક્રિકેટથી રમીને હું આ પદ સુધી પહોંચ્યો છું. આ બધુ એટલુ સહેલુ નહોતું, પણ મારો એક ગોલ હતો કે મારે દેશ માટે રમવુ છે અને એ હું કરી શકયો છું.(૩૭.૪)

(12:36 pm IST)