ખેલ-જગત
News of Monday, 12th April 2021

આઇપીએલ ક્રિકેટ મેચમાં મિસ્‍ટ્રી ગર્લ કાવ્‍યા મારન ભારે ચર્ચામાં: એમબીએ કર્યા બાદ હવે તેનો સંપૂર્ણ ફોકસ આઇપીએલ ઉપર

નવી દિલ્હી: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદની (SRH) વચ્ચે આઇપીએલ 2021ની (IPL 2021) મેચમાં એક મિસ્ટ્રી ગર્લ મેચ કરતા વધુ ચર્ચામાં છે. ઓરેન્જ ડ્રેસમાં આ મિસ્ટ્રી ગર્લે રવિવારના રમાયેલી આઇપીએલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ચિયર કર્યું હતું.

સનરાઈઝર્સ હૈદરાબાદની આ મિસ્ટ્રી ગર્લનું નામ કાવ્યા મારન છે. લાઈવ મેચ દરમિયાન કાવ્યા મારન ઘણી વખત ટીવી સ્ક્રીન પર જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, કાવ્યા SRH ની CEO છે. આઇપીએલ 2021 ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવતા સમયે પણ કાવ્યા જોવા મળી હતી.

કાવ્યાને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત તે પોતાનું કામકાજ સારી રીતે સંભાળે છે. તે પ્રથમ વખત આઇપીએ 2018 દરમિયાન જોવા મળી હતી. કાવ્યાએ ચેન્નાઈથી એમબીએ કર્યું છે અને હવે તેનો સંપૂર્ણ ફોક્સ આઇપીએલ (IPL) પર છે. કાવ્યા મારને એમબીએનો અભ્યાસ કર્યો જેથી તે તેના પિતા કલાનિધિ મારનને તેમના બિઝનેસમાં મદદ કરી શકે.

કાવ્યા મારન સનગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. એસઆરએચ (SRH) તેમની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.

(5:37 pm IST)