કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે શાનદાર વિજય ;શિખર ઘવને અણનમ 97 રન ફટકાર્યા
કોલકાતાના 7 વિકેટે 178 રનના જવાબમાં દિલ્હીએ 18,5 ઓવરમાં 180 રન ઝૂડી નાખ્યા
નવી દિલ્હી ;આઇપીએલ -12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 180 રન બનાવી લીધા હતા.શિખર ધવને 63 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 97 રન ફટકાર્યા હતા
પૃથ્વી 14 રન બનાવી આઉટ થયો હતો. ઐયર પણ 6 રન બનાવી આઉટ થયા બાદ શિખર ધવને બાજી સંભાળી હતી. ધવને પંત સાથે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. પંત 46 રને આઉટ થયો હતો. ધવન 63 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 97 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 32 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા.
શુભમન ગિલ (65)ની અડધી સદી અને આન્દ્રે રસેલના આક્રમક 45 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા છે. દિલ્હીને જીતવા માટે 179 રનનો પડકાર મળ્યો છે
. કોલકાતાએ અંતિમ 5 ઓવરમાં 56 રન બનાવ્યા હતા ડેબ્યૂ કરી રહેલો ડેનલી પ્રથમ બોલે જ ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થયો હતો. ઉથપ્પા 28 રને રબાડાનો શિકાર બન્યો હતો. ઉથપ્પા અને શુભમને 63 રનની ભાગીદારી નોંધાવી હતી.