ખેલ-જગત
News of Friday, 12th April 2019

કોફી વિથ કરણ ઈન વાનખેડે

વાનખેડેમાં કન્ટ્રોવર્શિયલ બોય લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યાની જોડીએ ચાહકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. હાર્દિકની બોલિંગમાં રાહુલે ૧૨ બાઙ્ખલમાં ૩ સિકસ અને એક ફોર સાથે ૩૨ રન ફટકાર્યા હતા જેમાં હાર્દિકની છેલ્લી અને ૧૯મી ઓવરમાં રાહુલે હાર્દિકની બરાબરની ધોલાઈ કરતાં ૩ સિકસ અને એક ફોર સાથે એ ઓવરમાં કુલ ૨૫ રન ફટકાર્યા હતાં. આટલી ધોલાઈ છતાં છેલ્લી ઓવરમાં રાહુલે જયારે સેન્યુરી પૂરી કરી ત્યારે હાર્દિક તેને અભિનંદન આપવા ગયો હતો અને ગળે મળ્યો હતો. રાહુલ હાર્દિકનો આ ગળે મળતો ફોટો વાઇરલ થયો હતો અને લોકોને કોફી વિથ કરણની યાદ અપાવી હતી અને જાત-જાતની કમેન્ટ થવા લાગી હતી. રાહુલ અને હાર્દિકે થોડો સમય પહેલાં કરણ જોહરના ટોક-શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિશેની અભદ્ર કમેન્ટને લીધે ભારે વિવાદ થયો હતો.

(4:17 pm IST)