ખેલ-જગત
News of Monday, 12th March 2018

બોલીંગમાં વિવિધતા પર ધ્યાન રાખવા માગે છે ઉનડકટ

ડિસેમ્બરમાં શ્રીલંકા સામે સિરીઝમાં વાપસી બાદ સારૂ પ્રદર્શન કરી રહેલા જયદેવ ઉનડકટે ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સીરીઝની મેચ પહેલા કહ્યુ હતું કે આ ફોર્મેટમાં એક બોલર માટે વિવિધતા બહુ મહત્વની હોય છે. તમે બેટ્સમેન શું વિચારી રહ્યો છે એના આધારે બોલીંગ કરવા માગો છો અને એ માત્ર વિવિધતાના આધારે જ કરી શકો. સીનીયર બોલરોની ગેરહાજરીમાં ઉનડકટે ઓફ સ્પિનર વોશીંગ્ટન સુંદર સાથે પહેલી બે મેચોમાં બોલીંગની શરૂઆત કરી હતી. જો કે આ બે મેચમાં તે ભારત માટે મોંઘો સાબિત થયો હતો.

(11:43 am IST)