ખેલ-જગત
News of Tuesday, 12th February 2019

જમૈકાના ઓલિમ્પિક રનર કેમોય કેમ્પબેલ 3000 મીટર દોડ દરમિયાન ટ્રેક પર પટકાતાં કોમામાં સરી પડયો

નવી દિલ્હી: મિલરોસ ગેમ્સ દરમિયાન જમૈકાના ઓલિમ્પિક રનર કેમોય કેમ્પબેલ 3000 મીટર દોડ દરમિયાન ટ્રેક પર પટકાતાં કોમામાં સરી પડયો છે. કેમોય 3000 મીટર રેસમાં ભાગ લેવા આવ્યો હતો પરંતુ તે 1000 મીટર રેસ પૂર્ણ કરી ત્યારે અચાનક ટ્રેક પર પડી ગયો હતો. કેમોયની સાથે થયેલી દુર્ઘટના બાદ સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો અવાક્ બની ગયા હતા.ગેમ્સ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું કે, કેમોય સાથે દુર્ઘટના બનતાં તેને મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. તે પછી તેને કોલંબિયા યુનિર્વિસટી મેડિકલ સેન્ટરમાં લવાયા હતા. અત્યારે તે આઈસીયુમાં છે. તેની હાલત હજુ ગંભીર છે. ડોક્ટરોએ કહ્યું કે, તેની સ્થિતિ અંગે 48 કલાક બાદ ખબર પડશે. અત્યારે તે કોમામાં છે. કેમોયના નામે પાંચ હજાર મીટર રેસમાં 13.2 મિનિટના સમય સાથે જમૈકાનો નેશનલ રેકોર્ડ નોંધાયેલો છે. કેમોય રિયો ઓલિમ્પિકની પાંચ હજાર મીટર રેસમાં ક્વોલિફાય કરવાનું ચૂકી ગયો હતો પરંતુ તે પછી લંડનમાં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 10મું સ્થાન મેળવ્યું હતું. લગ્ન સમારોહમાં નજીકના મિત્રો અને સંબંધિઓને બોલાવવામાં આવ્યા હતા. સમારોહમાં કોઈ વીવીઆઈપી સામેલ થયા નથી. ઋષિ ધવનના પ્રેમની શરૂઆત આશરે 8 વર્ષ પહેલા થઈ હતી. 19 ફેબ્રુઆરી 1990ના હિમાચલ પ્રદેશના મંડીમાં જન્મેલા ઋષિ ધવન આશરે આઠ વર્ષ પહેલા મીકા સિંહના કાર્યક્રમમાં ગયો હતો. મીકા સિંહનો સ્ટાર નાઇટ કાર્યક્રમ એક મેળામાં હતો. દરમિયાન દીપાલી ચૌહાણ પણ ત્યાં આવી હતી. દરમિયાન બંન્નેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંન્નેને પ્રેમ થયો હતો.

 

 

 

(4:58 pm IST)