ખેલ-જગત
News of Tuesday, 12th February 2019

પેટ કમિન્સ અને અલિઝા હિલીને મળ્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો સર્વોચ્ચ પુરસ્કાર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ માટે બોલ-ટેમ્પરિંગને કારણે ગયું વર્ષ વિવાદાસ્પદ રહ્યું હતું. આ ઘટનાને કારણે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો, જેના કારણે છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર સ્મિથ અને વોર્નર સિવાયના ખેલાડીની પસંદગી થઈ હતી. આ અવોર્ડ જીતનાર પેટ કમિન્સ નંથન લાયન અને એરોન ફિન્ચને જોરદાર ટક્કર આપી હતી. આ વિજેતાની પસંદગી ક્રિકેટ ખેલાડીઓ, અમ્પાયર અને પત્રકારોના મતથી થાય છે. મહિલાઓમાં શ્રેષ્ઠ વન-ડે પ્લેયરનો બેલિન્ડા કલાર્ક અવોર્ડ અલિઝા હીલીને મળ્યો હતો.

(3:25 pm IST)