ખેલ-જગત
News of Saturday, 12th January 2019

હાર્દિક પંડ્યા અને રાહુલ બસમાં હોય તો તેમાં હું મારી પત્ની સાથે મુસાફરી નહિ કરુ :ભજ્જી

અમે તો મિત્રો સાથે પણ આ પ્રકારની વાતો નથી કરતા તો જાહેરમાં ટીવી પર,,,છી,,,છી

મુંબઈ :કરણ જોહરના ટોક શોમાં મહિલાઓ અંગે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલે કરેલી ટિપ્પણી બાદ ઓફ સ્પિનર હરભજન સિંહે બંનેની આકરી ટીકા કરી છે.

  ભજ્જીએ એક ટીવી કાર્યક્રમમાં કહ્યુ હતુ કે આ વિવાદ બાદ જો મારે ટીમની બસમાં મારી પત્ની સાથે જવાનુ હોય અને તેમાં રાહુલ અને પંડ્યા હોય તો હું તેમાં મુસાફરી ના કરુ..મહિલાઓને તમે માત્ર એક જ નજરથી જુઓ છો તે યોગ્ય નથી.

  હરભજનસિંહે કહ્યુ હતુ કે આ ટિપ્પણીઓ કરીને રાહુલ અને પંડ્યાએ તમામ ભારતીય ક્રિકેટરોની ઈજ્જત દાવ પર લગાવી દીધી છે.અમે તો મિત્રો સાથે પણ આ પ્રકારની વાતો નથી કરતા તો જાહેરમાં ટીવી પર તેઓ આ પ્રકારની વાતો કરી રહ્યા હતા..હવે લોકો એવુ પણ વિચારી શકે છે શું હરભજન કે અનિલ કુંબલે કે સચિન તેંડુલકર પણ આવા જ હશે.

 

(7:32 pm IST)