અંતિમ ટી-20માં ભારતે 67 રનથી વેસ્ટઈન્ડિઝને આપ્યો કારમો પરાજય : 2-1થી સિરીઝ જીતી લીધી
-કેએલ રાહુલે સૌથી વધુ 91 રન અને રોહિત શર્માએ 34 બોલમાં 71 રન અને કોહલીએ 29 દડામાં 70 રન ફટકાર્યા
ભારતે વેસ્ટ ઇન્ડીઝને મુંબઇમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી 20 મેચમાં 67 રનથી હરાવી છે. જ્યારે આ ત્રણ મેચની ટી -20 શ્રેણી 2-1થી જીતી લીધી છે .
આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 240 રન બનાવ્યા હતા અને મેચ માટે 241 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જ્યારે તેનાં જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 173 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કિરોન પોલાર્ડે સૌથી વધુ 68 રનની ઈનિંગ રમી હતી.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 91 રન બનાવ્યા, જ્યારે રોહિત શર્માએ 34 બોલમાં 71 રન બનાવ્યા. કોહલીએ 29 બોલમાં 70 રન બનાવ્યા હતા રોહિત શર્મા 34 બોલમાં 71 રને આઉટ થયો હતો. તેણે લોકેશ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. રોહિતે તેની 19 મી કારકીર્દીની અડધી સદી ફટકારી હતી. તેઓ કેડ્રિક વિલિયમ્સની બહાર હેડન વોલ્શના હાથે કેચ આઉટ થયા. ઋષભ પંત ખાતું પણ ખોલાવી શક્યા નહીં.