ખેલ-જગત
News of Wednesday, 11th December 2019

ધવનની જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ વન ડે સિરીઝ માટે મયંક અગ્રવાલ ટીમમાં સામેલ

વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે શિખર ધવનની જગ્યાએ ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવેલ છે.

બીસીસીઆઇએ કહ્યું કે ધવનની ઇજા ધીરે-ધીરે ઠીક થઇ રહી છે અને એમને પુરી રીતે ફીટ થવામાં થોડો વધારે સમય લાગશે. ૯ ટેસ્ટમેચ રમી ચૂકેલ મયંક હજુ સુધી એક પણ વનડે નથી રમેલ.

(10:57 pm IST)