ખેલ-જગત
News of Tuesday, 11th December 2018

જીત બાદ કોચ શાસ્ત્રી બોલ્યો અપશબ્દ

એડીલેડ ટેસ્ટમાં ભારત વિજયની ઘણું નજીક હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂછડીયા બેટ્સમેનોએ નાકમાં દમ લાવી દીધો હતો. અશ્વિને છેલ્લી વિકેટ લઈને ભારતને મેચ જીતાડી હતી. કોહલીના ચહેરા પર ખુશી સાફ દેખાતી હતી તો કોચ રવિ શાસ્ત્રી શબ્દોમાં પણ એનો ઉલ્લેખ એક લાઈવ શોમાં જોવા મળ્યો. શાસ્ત્રીએ સુનિલ ગાવસ્કર અને માઈકલ કલાર્ક સાથે સ્ટુડિયોમાં વાતચીત કરતાં હિન્દીમાં કહ્યું હતું કે, 'બિલકુલ છોડેંગે નહિં, લેકિન થોડી દેર કે લિએ વહાં .... મુંહ મેં નથી.' શાસ્ત્રીને ત્યારે ખબર નહોતી કે આ શબ્દો તે બોલી રહ્યો છે એને સમગ્ર દુનિયા સાંભળી રહી છે. વળી આવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ સોશ્યલ મીડીયામાં તેની ઘણી ટીકા પણ થઈ રહી છે.

બીજી ટેસ્ટ મેચ ૧૪ ડિસેમ્બરથી પર્થમાં રમાશે. શાસ્ત્રીએ આ મેચ પહેલા નેટ પ્રેકટીસ ન કરવાના પણ સંકેત આપતા કહ્યું હતું કે, ખેલાડીઓને આરામની જરૂર છે. નેટ્સને ગોળી મારો, તમે ત્યાં જાવ, હાજરી નોંધાવો અને હોટલ પાછા ફરો. અમે જાણીએ છીએ કે પર્થની પીચ બાઉન્સી છે જેમાં ફાસ્ટ બોલરોને લાભ થશે.

(4:35 pm IST)