ખેલ-જગત
News of Monday, 11th December 2017

મુંબઈ ઇન્ડિયન્સના નવા ફિલ્ડિંગ કોચ તરીકે જેમ્સ પેમેન્ટની પસંદગી

 

નવી દિલ્હી: મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના દિગ્ગજ જોન્ટી રોડ્સના સ્થાને ન્યુઝીલેન્ડના જેમ્સ ને પોતાના નવા ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જોન્ટી રોડ્સ ૨૦૦૯ થી મુંબઈ ઇન્ડિયન્સથી જોડાયા હતા અને તેમને નવ સીઝન આ ટીમની સાથે વિતાવી હતી.

મુંબઈ ઇન્ડિયન્સે નિવેદનમાં જણાવ્યું હતું કે, જોન્ટી રોડ્સ હવે પોતાના ખાનગી વ્યવસાયને વધુ સમય આપવા ઈચ્છે છે અને એટલા માટે તેમને પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિક આકાશ અંબાણીએ જોન્ટી રોડ્સના યોગદાનને ‘અમૂલ્ય’ કરાર કર્યો હતો.
આકાશ અંબાણીએ જણાવ્યું હતું. “જોન્ટી રોડ્સ મુંબઈ ઇન્ડિયન્સની મજબુતીના આધાર હતા. તેમના યોગદાનને શબ્દોમાં જણાવી શકાઈ નહિ.”તેમને જણાવી દઈએ કે, “જેમ્સ ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથે ફિલ્ડીંગ નિષ્ણાંતના રૂપમાં કામ કરી ચુક્યા છે અને તેમને આંતરાષ્ટ્રીય લેવલનો અનુભવ છે. જેવી રીતે જેમ્સે ૨૦૧૪ માં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ માં નોર્ડન ડિસ્ટ્રિક્ટને કોચિંગ આપી તેનાથી અમે પ્રભાવિત હતા.”

(6:07 pm IST)