ખેલ-જગત
News of Thursday, 11th October 2018

જેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ દેશભરમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા  #MeToo અભિયાન વિશે કહ્યું હતું કે હું એ લોકોની પ્રશંસા કરું છું જેઓ ડર્યા વગર પોતાની વાતો કરી રહ્યા છે. મને એ તમામ લોકો પ્રત્યે આદર છે જેમણે પોતાની વાત જાહેર કરી છે. સિંધુને પૂછવામાં આવ્યું કે શું રમતના ક્ષેત્રમાં આવી ઘટના થાય છે? તો તેણે કહ્યું હતું કે મને અન્ય લોકો વિશે નથી ખબર, પરંતુ જયાં સુધી મારો સવાલ છે હું જયારથી આ ક્ષેત્રમાં છું ત્યારથી મને કયારેય આ પ્રકારની મુશ્કેલી નથી પડી.

(3:59 pm IST)