ખેલ-જગત
News of Thursday, 11th October 2018

ચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી

મુંબઈ ક્રિકટ અસોસિએશન (MCA)ની માલિકી હેઠળના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ૨૯ ઓકટોબરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી પાંચ વન-ડે મેચોની સિરીઝની ચોથી વન-ડેને જરૂરી ફન્ડનું કિલયરન્સ ન મળતાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ બોર્ડને જ આ વન-ડેનું આયોજન કરવાની એટલે કે વન-ડેનો તમામ ખર્ચ ઉપાડવાની કરેલી વિનંતીને ગઈ કાલે નકારવામાં આવી હતી.

આજે ફરીથી મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓને ક્રિકેટ બોર્ડના CEO રાહુલ જોહરીએ મીટિંગ માટે બોલાવ્યા છે. MCA પાસે વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની ટીમનો બેન્ગલોરની હોટેલનો ખર્ચ ચૂકવવા માટે ચેક પર સાઇન કરવાની સત્ત્।ા નથી. એથી MCAના CEO સી. એસ. નાયક અને મેનેજિંગ કમિટીના મેમ્બરો ગણેશ અય્યર, અરમાન મલિક અને ડે. ઉન્મેશ ખાનવિલકર બોર્ડના CEO રાહુલ જોહરીને આજે ફરીથી મળશે. સોમવારે

MCAએ આ બાબતે બોમ્બે હાઈ કોર્ટને પૂછયું હતું. હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટ પાસેથી નિર્દેશ જાણવા કહ્યું હતું. એથી MCAને સમજાઈ ગયું કે સુપ્રીમ કોર્ટ તરત ચુકાદો નહીં આપે.

(3:59 pm IST)