ખેલ-જગત
News of Saturday, 11th August 2018

કેરેબિયન પ્રીમિયર લીગમાં વેસ્‍ટઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોના ચેમ્પિયન-ચેમ્પિયન સોન્ગ ઉપર શાહરૂખ ખાને ડાન્સ કર્યો

મુંબઇઃ વેસ્ટ ઈંડિઝના ઓલરાઉંડર ખેલાડી ડ્વેન બ્રાવોના ડીજે મ્યૂઝિકને તો તમે સાંભળ્યું હશે. બ્રાવોનુંચેમ્પિયન-ચેમ્પિયનસોન્ગ વેસ્ટ ઈંડિઝ ક્રિકેટનું નેશનલ એન્થમ બની ગયું હતું. આજકાલ વેસ્ટી ઈંડિઝનો સ્ટાર પોતાના દેશના ક્રિકેટ લીગ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં રમી રહ્યો છે. IPLની જેમ શાહરૂખ પાસે CPLમાં પણ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ (TKR) નામની ટીમ છે.

 

શાહરૂખની ટીમમાં બ્રાવો પણ સામેલ છે, જે ટીમના કેપ્ટન છે. અહીં બ્રાવોએ ક્રિકેટ રમાવાની સાથે સાથે પોતાની ટીમને ચિયર કરવા માટે એક ખાસ સોન્ગ પણ બનાવ્યું છે. TKR માટે બ્રાવોએચેમ્પિયન-ચેમ્પિયનનું રીમેકવી ઈઝ ચેમ્પિયનતૈયાર કર્યું છે. સોન્ગમાં તેણે પોતાની ટીમના દરેક ખેલાડીના નામ લઈને તેમના વખાણ કર્યા છે. બ્રાવોના નવા સોન્ગમાં શાહરૂખે ડાન્સ પણ કર્યો છે.

બ્રાવોના 2 મિનિટ 20 સેકંડના સોન્ગને ટ્વિટર અકાઉંટ પર શેર કર્યું છે. સોન્ગને શેર કરતા બ્રાવોએ લખ્યું કે, “CPL 2018 માટે TKRનું ઓફિશિયલ એન્થમ સોન્ગ લોન્ચ કર્યું છે. ‘બોલ ધેમ આઉટ સોન્ગને મેં અને જોજોએ મળીને લખ્યું છે. અને WIZ પ્રોડ્યુસ કર્યું છે. અમારી TKR ટીમના સોન્ગ માટે હું શાહરૂખનો ખાસ આભાર માનું છું. મારા માટે સપનું સાકાર થવા સમાન છે.

(5:17 pm IST)