ખેલ-જગત
News of Saturday, 11th August 2018

ભારતીય હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતવાની દાવેદર છે: સરદાર સિંહ

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના સિનિયર ખેલાડી સરદાર સિંઘે ભરપૂર આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો છે કે, આગામી ૧૮ ઓગસ્ટથી ઇન્ડોનેશિયામાં શરૃ થતી એશિયન ગેમ્સ હોકીના ઇવેન્ટમાં ટીમને ગોલ્ડ મેડલ સિવાય કાંઈ પણ મળશે તો અમે નિરાશ થઈશું. સરદારસિંઘે કહ્યું કે, અમારૃ ફોર્મ અને ગ્રાફ નજર કરતા જે પણ ઉંચા દરજ્જાનું સ્તર છેલ્લા વર્ષોમાં જોવા મળ્યું છે તે જોતાં ગોલ્ડ મેડલ અમારો જ હોઈ શકે. સરદાર સિંઘે નિખાલસતાથી એમ પણ કહ્યું હતું કે તેની પણ જો કે આ સ્વપ્ન હાંસલ કરવામાં મહત્ત્વની ભૂમિકા હશે કેમ કે તે સિનિયર ખેલાડી છે. ભારત છેલ્લે ૧૯૮૦માં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યું હતું. તે પછીના દાયકાઓમાં મહદઅંશે તેમની ઇમેજથી વિપરીત કંગાળથી માંડી મધ્યમ રહ્યો હતો. ભારત, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની જેવી ટીમોની તુલનામાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હજુ પણ ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ જીતવાની આશા ના ધરાવે પણ એશિયન ગેમ્સમાં વર્તમાન રેકોર્ડ અને ફોર્મ જોતાં ગોલ્ડ મેડલનું પ્રબળ દાવેદાર કહી શકાય. ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં કે સાઉથ કોરિયાનામાં રમાઈ હતી તેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે શૂટઆઉટ બાદ હાર્યું હતું.

(5:05 pm IST)