ખેલ-જગત
News of Saturday, 11th August 2018

રોજર્સ કપના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જોકોવિચને મળી હાર

નવી દિલ્હી: ગ્રીસના ૧૯ વર્ષીય ટેનિસ ખેલાડી સીત્સીપાસે સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચને ૬-૩, ૬-૭ (૫-૭), ૬-૩થી હરાવીને ટોરંટોમાં ચાલી રહેલા રોજર્સ કપની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં મેજર અપસેટ સર્જ્યો હતો. હવે સીત્સીપાસનો મુકાબલો બીજો સીડ ધરાવતા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે. ઝ્વેરેવે પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં રશિયાના મેડ્વેડેવને ૬-૩, ૬-૨થી પરાસ્ત કર્યો હતો. વર્લ્ડ નંબર વન અને ટોપ સીડ સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામેના લડાયક મુકાબલામાં ૭-૫, ૭-૬ (૭-૪)થી જીત મેળવતા અંતિમ આઠમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. હવે તેની ટક્કર ક્રોએશિયાના સિલીચ સામે થશે.

(5:05 pm IST)