ખેલ-જગત
News of Saturday, 11th August 2018

વિયેતનામ ઓપનના સેમિફાઇલનમાં જગ્યા બનાવી અજય જયરામે

નવી દિલ્હી: ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી અજય જયરામે પોતાનું સારું પ્રદર્શન બતાવીને વિયેતનામ ઓપનની સેમિફાઇનલ મેચમાં જગ્યા બનાવી લઈને ભારત માટે પદક પાક્કું બનાવી લીધું છે.પુરુષ એકલ વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર 93 જયરામે કેનેડાના શેન્ગ શિયાઓડોન્ગને 41 મિનિટ સુધી ચાલેલ મેચમાં 26-24, 21-17 થી માત આપીને અંતિમ -4માં જગ્યા બનાવી લીધી છે.સેમિફાઇનલ મેચમાં જયરામની ટક્કર જાપાનના યુ ઇગિરાશિ સાથે થશે.જેને ક્વાર્ટર ફાઇનલ મેચમાં તાઇવાનના યિ સુઆનને 21-14 21-17થી હરાવ્યો હતો.

 

(5:04 pm IST)