ખેલ-જગત
News of Saturday, 11th August 2018

લોડ્ર્સમાં ૮૩ની તૈયારી

રણવીરસિંહ, કબીર ખાન અને સચિન તેન્ડુલકર લંડનમાં આવેલા લોડ્ર્સના ગ્રાઉન્ડમાં જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ જોવા માટે તેઓ ગયા હતા. કબીર ખાન ૧૯૮૩માં ભારતે જીતેલા વર્લ્ડકપ પર આધારીત ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં કપિલ દેવનું પાત્ર રણવીર ભજવી રહ્યો છે. આ ફિલ્મની તૈયારીના ભાગરૂપે તેઓ લોડ્ર્સ ગયા હતા. જયાં તેમની મુલાકાત સચિન સાથે થઈ હતી. રણવીર અને સચિન સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કબીર ખાને લખ્યુ હતું કે લોડ્ર્સના ગ્રાઉન્ડ પર કપિલ દેવે તેની ટીમ સાથે ૧૯૮૩નો વર્લ્ડકપ જીત્યો ત્યારે સચિને એ ટીવી પર જોયુ હતું. ત્યારે તે નવ વર્ષનો હતો. આ જીતને કારણે તેને ભારત માટે રમવાની પ્રેરણા મળી હતી. ૩૫ વર્ષ બાદ અમે અમારી ફિલ્મ '૮૩'ની શરૂઆત આ ગ્રાઉન્ડ દ્વારા કરીએ છીએ. આના કરતાં સારી શરૂઆત કોઈ ન હોઈ શકે.(૩૭.૯)

(3:44 pm IST)