News of Friday, 10th August 2018
શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને આપી 3 રનથી માત
નવી દિલ્હી: શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને ડકવર્થ એન્ડ લુઇસના આધારે લેવાયેલ નિર્ણયની મેચમાં ૩ રનથી હરાવી પાંચ વન ડેની શ્રેણી ચોથી વન ડેમાં વિજય મેળવ્યો હતો. પ્રથમ ત્રણ વન ડે જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણી જીતી લીધી છે. હવે તેઓ ૩-૧ની સરસાઇ ધરાવે છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ૨૧ ઓવરોમાં ૧૯૧ રન કરવાના હતા પણ તેઓ ૯ વિકેટે ૧૮૭ રન સુધી સીમીત રહ્યા હતા. શ્રીલંકા સાઉથ આફ્રિકા સામે સતત ૧૧ મેચોની હાર બાદ જીત્યું હતું.
(3:30 pm IST)