News of Friday, 10th August 2018
ભારતીય મહિલા ફૂટબોલ ટીમે શ્રીલંકાને 12-0થી હરાવ્યું
નવી દિલ્હી: ભારતીય અંડર-15 મહિલા રાષ્ટ્રીય ટીમે શ્રીલંકાને 12-0થી હરાવીને આયુ વર્ગ સૈફ ચેમ્પિયનશીપમાં પોતાની જીત નોંધાવી છે. ભારતીય ટીમે પહેલા હાફમાં છ અને બીજા હાફમાં છ ગોલ ફટકાર્યા હતા. સિલ્કી દેવી( પહેલા, 20માં અને 44માં મિનિટ)માં હેટ્રિક બનાવી હતી જયારે અવિકા સિંહાએ (13મી મિનિટ અને 58મી મિનિટે)સુનિતા(42મી મિનિટ અને 79મી મિનિટ) અને અંજુ(87મી અને 90 મિનિટ) બે-બે ગોલ કર્યા હતા.
(3:29 pm IST)