ખેલ-જગત
News of Friday, 10th August 2018

યુથ ઓલમ્પિકમાં મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા તથા પુરુષ હોકી ટીમ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે 7થી 14 ઓક્ટોમ્બર સુધી બ્યુન્સ આયર્સ માં યોજાનાર યુવા ઓલમ્પિક રમતો માટે મહિલા અને પુરુષની 12-12 હોકી ટીમોની જાહેરાત કરી છે. યુવા ઓલમ્પિક રમતોમાં ફાઈવ સાઈડ હોકી મેચોનું આયોજન કર્યું છે જેમાં 12 પુરુષ અને 12 મહિલા ટીમે ઉતરશે.મહિલાઓમાં મેજબાન આર્જેટીના સિવાય ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, ચીન, ભારત, મેક્સિકો, નામિબિયા, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઉરુગ્વે, વટાઉ અને જિમ્બામ્બે સામેલ છે.

પુરુષ ટીમમાં આર્જેટીના,ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, કેનેડા, બાંગ્લાદેશ, ભારત, કેન્યા,મલેશિયા,મૈક્સિકી, પોલેન્ડ, વન્તૌ અને જામ્બિયાનો સમાવેશ થાય છે.

(3:29 pm IST)