ખેલ-જગત
News of Monday, 30th July 2018

ઈંગ્લેન્ડમાં ફેન્સીંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર અમદાવાદના સચિન પટણીનું બહુમાન

અમદાવાદ : ઇંગ્લેન્ડમાં યોજાયેલી ફેન્સીંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર સચિન પટણીનું બહુમાન કરાયું હતું અમદાવાદના સચિન પટણીએ કોમનવેલ્થ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ઇંગ્લેન્ડમાં યોજાયેલી અંડર સેવન્ટિન ગ્રુપમાં ૯ જેટલા દેશોને હરાવી સિલ્વરમેડલ મેળવ્યો હતો. સચિને મેળવેલી જીતથી ગુજરાત સાથે ભારતનું નામ રોશન કર્યું છે. સચિને જણાવ્યું હતું કે  સતત ત્રણ વર્ષની ખુબ જ મહેનતથી ટ્રેનિંગ કરીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો હતો.

(3:40 pm IST)