ખેલ-જગત
News of Thursday, 11th July 2019

અફઘાનિસ્તાનના ઝડપી બોલર આફતાબ આલમ પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો

વર્લ્ડકપમાં આચાર સહિતના ઉલ્લંઘન બદલ બોર્ડ દ્વારા કાર્યવાહી

અફઘાનિસ્તાનના ઝડપી બોલર આફતાબ આલમ પર તેમના દેશની ક્રિકેટ બોર્ડે એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે આફતાબ આલમે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલા વર્તમાન વર્લ્ડ કપમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે.

   ક્રિકઇન્ફો અનુસાર, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની અનુશાસન સમિતિ દ્વ્રારા કરવામાં આવેલ તપાસ બાદ આફતાબ આલમને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી એક વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડ કપના અધવચ્ચે આફતાબ આલમને વતન પરત મોકલવામાં આવ્યા હતા.  

   એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આવું અસાધારણ સંજોગોમાં કરવામાં આવ્યું છે. તેમ છતાં બાદમાં જાણ થઈ કે, સાઉથેમ્પ્ટનમાં ટીમ હોટલમાં એક મહિલા અતિથી સાથે ખરાબ વ્યવહાર કરવાના કારણે બોર્ડે તેમને પરત મોકલવાનો નિર્ણય લીધો છે.

(1:06 pm IST)