ખેલ-જગત
News of Wednesday, 11th July 2018

રશિયાના ખેલાડીઓએ કર્યું એમોનિયાનું સેવન

નવી દિલ્હી: ફૂટબોલ વર્લ્ડ કપમાં યજમાન રશિયાની ટીમે અસાધારણ દેખાવ કરતાં રાઉન્ડ ઓફ ૧૬માં સ્પેનિશ ટીમને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચ્યો હતો. જે પછી તેઓ ક્રોએશિયા સામે હારીને બહાર ફેંકાઈ ગયા હતા. હવે જર્મનીના અખબાર 'બિલ્ડ'ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્પેન સામેની મેચ દરમિયાન રશિયાના ખેલાડીઓ કોઈ પદાર્થ સૂંઘતા હોય તેવું જોઈ શકાતું હતુ. તે કદાચ અમોનિયા હોઈ શકેજર્મન અખબારના દાવાને ખરો સાબિત કરતાં રશિયાના ટીમ ડોક્ટર એડયુર્ડ બેઝુગ્લોવે એક મુલાકાતમાં એવી કબુલાત કરી છે કે, અમોનિયા સૂંઘવું કંઈ ડોપિંગ નથી. અમારા ખેલાડીઓ મેચ પહેલા સાદા અમોનિયાનું સેવન કરતાં હતા. સ્પોર્ટસમાં તો વર્ષોથી વપરાતું આવ્યું છે. તેનાથી રક્ત પ્રવાહમાં અને શ્વાસ લેવામાં મદદ મળી રહે છે. સૌથી મહત્વની બાબત છે કે, એમોનિયાને એન્ટી ડોપિંગ એજન્સીએ પ્રતિબંધિત ડ્રગની યાદીમાં સામેલ કર્યું નથી. જેના કારણે રશિયાના ખેલાડીઓ સામે કાર્યવાહી થઈ શકે તેમ નથી. જોકે ડોપિંગમાં રશિયાનો ઈતિહાસ ખરડાયેલો રહ્યો હોવાથી યુરોપીયન મીડિયા મામલાને વધુને વધુ ઉછાળી રહ્યું છે.

(4:46 pm IST)