News of Wednesday, 11th July 2018
14 ભારતીય એથ્લીટ સ્પેશલ ઓલમ્પિક યૂનિફાઇડ ફૂટબોલ કપમાં લેશે ભાગ
નવી દિલ્હી: આ વર્ષે અમેરિકાના શિકાગોમાં 17થી 20 જુલાઈ સુધી યોજાનાર સ્પેશલ ઓલમ્પિક યૂનિફાઇડ ફુબોલ કપમાં આ વખતે 14 ભારતીય એથ્લીટ ભાગ લેવાના છે. આ ટુર્નામેન્ટનું આયોજન સ્પેશલ ઓલમ્પિક યૂનિફાઇડ ફૂટબોલ કપના 50 વર્ષ પુરા થવાના લીધે રાખવામાં આવ્યું છે. આ ઓલમ્પિકમાં 24 ટીમો ભાગ લેવાની છે જેમાં 16 પુરુષ અને 8 મહિલા ટીમો હશે જેમાં ભારત ગ્રુપ-બીમાં સામેલ છે. ભારત સિવાય આ ટુર્નામેન્ટમાં બ્રાજીલ। કેનેડા, ચીન, ફ્રાન્સ, ઇટલી, જાપાન, કેન્યા, કોરિયા, મેક્સિકો સહિત 16 દેશોની ટીમો ભાગ લેવા જઈ રહી છે.
(4:43 pm IST)