ખેલ-જગત
News of Friday, 11th June 2021

રશિયાની પાવલ્યુચેન્કોવા ફાઈનલમાં પ્રવેશી

પેરિસઃ રશિયાની અનાસ્તાસિયા પાવલ્યુચેન્કોવાએ સ્લોવેનિયાની તામારા ઝિદાન્સેકને ૭-૫, ૬-૩થી હરાવીને ફ્રેન્ચ ઓપન વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. પાવલ્યુચેન્કોવાની આ સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ છે. હવે શનિવારે રમાનારી ફાઈનલમાં તેનો મુકાબલો ગ્રીસની મારિયાસાક્કારી અને ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજીકોવા વચ્ચેની મેચના વિજેતા સામે થશે.

 ૨૯ વર્ષની પાવલ્યુચેન્કોવાએ ગ્રાન્ડ સ્લેમમાં પ્રવેશ મેળવ્યાના ૧૪ વર્ષ બાદ સિંગલ્સ ઈવેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. એક દાયકા અગાઉ તે ફ્રેન્ચ ઓપનની કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. આ સાથે તે કારકિર્દીની ૫૨મી ગ્રાન્ડ સ્લેમ રમતાં ફાઇનલમાં પ્રવેશનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની છે. અગાઉ આ રેકોર્ડ રોબેર્ટા વિન્સીના નામે હતો. જે ૨૦૧૫માં યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશી તે પૂર્વે ૪૪ મેજર ટુર્નામેન્ટ રમી ચૂકી હતી.

 ૨૦૧૪ પછી પહેલી વખત રશિયન ટેનિસ સ્ટાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશી છે. છેલ્લે આવી સિદ્ધિ મારિયા શારાપોવાએ હાંસલ કરી હતી.

(3:19 pm IST)