ખેલ-જગત
News of Tuesday, 11th June 2019

ઝડપથી બે બાળકો પેદા કરી લો...આ વધુ જરૂરી છે કારણ કે પહેલા બોલરોને રમાડતો હવે બાળકને રમાડજેઃ યુવરાથસિંહને શોએબ અખતરની સલાહ

નવી દિલ્હીઃ યુવરાજ સિંહે  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઇ લીધી છે. ક્રિકેટ જગત તેને ભવિષ્ય માટે સતત શુભકામનાઓ આપી રહયું છે. ૩૭ વર્ષના યુવરાજે ન માત્ર પોતાના સમયના સાથી ખેલાડીઓએ શુભેચ્છા મોકલી છે. પરંતુ વિદેશી દિગ્ગજોએ પણ તેના સુખદ ભવિષ્યની કામના કરી છે. સ્ટુઅર્ટ બ્રોડે યુવરાજને લેજન્ડ કર્યો છે. તો રાવલપીંડી એકસપ્રેસ શોએબ અખ્તરે તેને મેચ વિનર કરીને સન્માન આપ્યું છે.

પાકિસ્તાનના આ પુર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જુનીયર દોસ્ત અને રોક સ્ટાર કરતા યુવરાજની ખુબ પ્રશંસા કરી છે તેણે યુવરાજને ભવિષ્ય માટે ટીપ્સ પણ આપી છે. શોએબે કહયું કે યુવરાજમાં હજુ પણ થોડું ક્રિકેટ બાકી છે. તે આઇપીએલમાં રમશે.

શોએબ અખ્તરે પોતાની યુટયુબ ચેનલ પર યુવરાજને એક અનોખી અપીલ કરી છેે. તેણે કહયું ઝડપથી બે બાળકો પેદા કરી લો.. આ વધુ જરૂરી છે. કારણ કે પહેલા બોલરોને રમાડતો હતો હવે બાળકને રમાડજે.

૪૩ વર્ષના શોએબ અખ્તર તે દિવસને યાદ કરે છે. જયારે તેને પ્રથમ વાર ર૦૦૩ માં યુવરાજ સાથે સામનો થયો હતો. વિશ્વ કપ દરમિયાન સેન્ચુરીયન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવરાજની શાનદાર ઇનીંગ (અણનમ-પ૦ રન) ની તે ખુબ પ્રશંસા કરે છે. તેણે જણાવ્યું કે ત્યારબાદ તે પોતાને ન રોકી શકયો. તે યુવરાજની પાસે ગયો અને તેની સાથે વાતચીત કરી અને ક્રિકેટમાં તેની સમજનો સમજવાનો પ્રયત્ન કર્યો.

અખ્તરે માન્યુ કે યુવરાજ જેવા ડાબા હાથના ભારતીય બેટસમેન ઓછા જોવા મળ્યા તેણે કહયું કે ર૦૧૧ વિશ્વકપમાં તેના પ્રદર્શનને હંમેશા યાદ કરવામાં આવશે. સાથે ર૦૦૭ માં ટીર૦ વિશ્વકપ દરમિયાન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડની એક ઓવરમાં છ સિકસ પણ અવિશ્વસનીય છે.

(6:22 pm IST)