ખેલ-જગત
News of Monday, 11th June 2018

વિરાટ કોહલી પહેલા આ ખેલાડીઓ પણ કરાવી ચૂક્યા છે વાળ, મૂછ, પગ અને અંગૂઠાનો વીમો

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ દાઢીનો વિમો કઢાવવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ હાલમાં ચર્ચામાં છે ત્યારે આ પહેલા પણ ઘણા ખેલાડીઓએ વાળ ,મૂછ,પગ અને અંગૂઠાનો વીમો ઉતરાવ્યો હતો ક્યાં ખેલાડીએ આ પ્રકારનો વીમો ઉતરાવ્યો હતો તે જાણવું રસપ્રદ રહેશે

   ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મર્વ હ્યૂઝે મૂછો માટે 3 લાખ 70,000 ડોલરનો વીમો હતો. અમેરિકન ફુટબોલર ટ્રોયલ પોલામાલૂએ વાળનો 10 લાખ ડોલરનો વીમો કરાવ્યો. ડેવિડ બેકહમ, લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના પગોનો ઈનશ્યોન્સ કરાવ્યો હતો. ફર્નાન્ડો અલોંસોએ બંને અંગૂઠાઓનો વીમો 09 મિલિયન પાઉન્ડમાં કરાવ્યો હતો.

(12:33 pm IST)