ખેલ-જગત
News of Tuesday, 11th May 2021

એટીપી રેન્કિંગ: મેદવેદેવે નડાલને ત્રીજા સ્થાન પર ધકેલ્યો

નવી દિલ્હી: રશિયાના ડેનિલ મેદવેદેવ એટીવી રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. મેદવેદેવે સ્પેનના રફાલ નડાલથી સ્થાન મેળવ્યું છે. નડાલ હવે રેન્કિંગમાં ત્રીજા સ્થાને આવી ગયો છે, જ્યારે સર્બિયાના નોવાક જોકોવિચ પહેલાની જેમ ટોચ પર છે. રેન્કિંગમાં ડોમિનિક થીમ ચોથા ક્રમે છે અને ગ્રીસનો સ્ટેફનોસ સીતીપાસ પાંચમાં સ્થાને છે. એ જ રીતે, મેડ્રિડ ઓપનનો ખિતાબ જીતનાર જર્મનીનો એલેક્ઝાંડર ઝ્વેરેવ છઠ્ઠા સ્થાને છે.

(6:03 pm IST)