News of Wednesday, 11th April 2018
મનીકા બત્રાની તિરંગી નેઈલ- પોલીશે દિલ જીતી લીધા
કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે મહિલા ટેબલટેનિસ ટીમે ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ ટીમની મેમ્બર મનિકા બત્રાના એક ફોટોએ સોશ્યલ મીડીયામાં ચર્ચા જગાવી છે. જેમાં તેણે હાથના નખો પર તિરંગાની નેઈલ - પોલીશ લગાવી છે. ઘણા લોકોએ એની પ્રશંસા કરી છે. દિલ્હી સરકારે શાનદાર પ્રદર્શન કરનારી આ ખેલાડીને ૧૪ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
(4:22 pm IST)