સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની ક્વાર્ટરફાઇનલમાં જગ્યા મેળવી
નવી દિલ્હી: સૌરાષ્ટ્રે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતા વિદર્ભ સામે રાજકોટમાં રમાયેલી સિઝનની આખરી ડ્રો મેચમાં ત્રણ પોઈન્ટ હાંસલ કર્યા હતા. આ સાથે વિદર્ભની સાથે સૌરાષ્ટ્રે પણ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલા ગુજરાતની સાથે સાથે કર્ણાટક પણ ગૂ્રપ-એમાંથી ક્વાર્ટર ફાઈનલમાં ક્વોલિફાય થયા હતા. ગૂ્રપ-બીમાંથી ટોચની ટીમ તરીકે કેરળ નોકઆઉટમાં પ્રવેશ્યું હતુ. જ્યારે ગૂ્રપ-સીમાંથી ટોચની ટીમ તરીકે રાજસ્થાન અને બીજા ક્રમે રહેલું ઉત્તર પ્રદેશ તેમજ પ્લેટ ગૂ્રપમાંથી ઉત્તરાખંડ અંતિમ આઠમાં પ્રવેશ્યા હતા. હવે તારીખ ૧૫મી જાન્યુઆરીથી શરૃ થનારી ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાતનો મુકાબલો કેરળ સામે થશે. જ્યારે સૌરાષ્ટ્રની ટીમ ઉત્તર પ્રદેશ સામે ટકરાશે. અન્ય ક્વાર્ટર ફાઈનલમાં વિદર્ભ ઉત્તરાખંડ સામે અને કર્ણાટક રાજસ્થાન સામે ટકરાશે. ચારેય ક્વાર્ટર ફાઈનલ્સ તારીખ ૧૫મી જાન્યુઆરીથી શરૃ થશે.