ખેલ-જગત
News of Tuesday, 10th December 2019

કાલના છેલ્લા ટી-૨૦માં સારૂ પફોર્મ કરીશુ : શિવમ દુબે

તિરૂઅનંતપુરમ : બીજા ટી-૨૦ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયા બાદ ટીમ ઈન્ડિયાના પ્લેયર શિવમ દુબેએ સકારાત્મક અભિગમ સાથે કહ્યુ કે છેલ્લી ટી-૨૦માં અમે સારૂ પફોર્મ કરીશુ.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજા ટી-૨૦ મેચમાં શિવમ દુબેએ પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી, પણ મહેમાન ટીમ જીતી જવાથી એ હાફ સેન્ચુરી એળે ગઈ હતી. આ વિશે વાત કરતાં શિવમે કહ્યું હતંુ કે મારા માટે આ હાફ સેન્ચુરી ઘણી સ્પેશ્યલ છે, જે મારી ટીમ માટે છે, પણ મેચ હારી જવાને લીધે હું ખુશ નથી. મેચ જીતવુ એ મારા માટે હાફ સેન્ચુરી કરતા વધારે મહત્વનું હતું. હા કેટલાક કેચ અમે છોડ્યા, કેટલાક કેચ તેમણે છોડ્યા. જો અમે એ કેટલાક કેચ પકડયા હોત તો મેચનું પરિણામ કંઈક જુદુ જ હોત. મારા ખ્યાલથી અમે એક બેસ્ટ ટીમ છીએ અને છેલ્લી મેચમાં અમે સારૂ પર્ફોર્મ કરીશુ કેમ કે મૂળ વાત સીરીઝ જીતવાની છે.

(1:10 pm IST)