ખેલ-જગત
News of Tuesday, 10th December 2019

આઈટીટીએફ ચેલેન્જ સિરીઝમાં જીત્યો અન્ડર-૨૧ ટાઈટલ

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે રચ્યો ઈતિહાસ

ટોરન્ટો : ભારતના યુવા ટેબલ ટેનિસ પ્લેયર માનવ ઠક્કરે કેનેડાના મારખમમાં રમાયેલી ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઈટીટીએફ) ચેલેન્જ પ્લસ બેનેમેકસ - વિર્ગો નોર્થ અમેરીકન ઓપનમાં આર્જેન્ટીનાના માર્ટીન બેન્ટનકોર સામે ૧૧-૩, ૧૧-૫, ૧૧-૬થી જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. ૨૦૧૭ બાદ અન્ડર-૨૧ મેન્સ સીંગલ્સ ટાઈટલ જીતનાર માનવ ઠક્કર પ્રથમ ભારતીય બન્યો છે. માનવ હવે આઈટીટીએફ વર્લ્ડ ટૂર અન્ડર-૨૧ મેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા અન્ય ભારતીયો - હરમીત દેસાઈ, સથીયાન જ્ઞાનસેકરન અને સૌમ્યજીત ઘોષની હરોળમાં આવી ગયો છે.

(1:10 pm IST)