ખેલ-જગત
News of Monday, 10th December 2018

એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ જીતનાર શુભંકર શર્મા સૌથી યુવા ભારતીય

નવી દિલ્હી :ભારતીય યુવા ગોલ્ફર શુભંકર શર્મા એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ જીતનાર સૌથી યુવા ભારતીય ગોલ્ફર બની ગયો છે. આ સિઝનના અંતિમ બે ટૂર્નામેન્ટ બાકી રહેતાં શુભંકરે આ ટાઇટલ જીત્યું હતું.

  હોંગકોંગ ઓપનમાં સંયુક્ત છઠ્ઠા સ્થાને રહેલા શર્માએ ક્વીન્સ કપ, મોરેશિયસ ઓપન અને સાઉથ આફ્રિકા ઓપનમાં ભાગ નહોતો લીધો. શુભંકરને સાઉથ આફ્રિકાના જસ્ટિન હાર્ડિંગ તરફથી પડકાર મળી રહ્યો હતો પરંતુ આ અઠવાડિયે હાર્ડિંગ કટમાં પ્રવેશથી ચૂકી ગયો અને તેની આગળ નીકળવાની શક્યતા પણ પૂર્ણ થઈ ગઈ હતી.

  શુભંકર શર્મા પહેલાં જ્યોતિ રંધાવા (૨૦૦૨), અર્જુન અટવાલ (૨૦૦૩), જીવ મિલ્ખાસિંહ (૨૦૦૬ અને ૨૦૦૮) અને અનિર્બાન લાહિડી (૨૦૧૫)એ એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ જીતી ચૂક્યા છે. તેમાંથી એકેય ૩૦ વર્ષથી નાની વયના નહોતા. શુભંકર શર્માની ઉંમર અત્યારે ૨૨ વર્ષની છે

(9:25 pm IST)