ખેલ-જગત
News of Saturday, 10th November 2018

શિખર ધવન પછી દિલ્હી ડેરડેવિલ્સથી જોડાયો આ ભારતીય દિગ્ગ્જ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેટ્સમેન મોહમ્મ્દ કૈફ આગામી આઇપીએલ સત્ર માટે દિલ્હી ડેરડેવિલ્સ ટીમ સાથે જોડાઈ ગયો છે દિલ્હી ડેરડેવિલ્સે તેને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ટીમની જાહેરાત કર્યા પછી દિલ્હી ડેરડેવિલ્સે પૂર્વ બેસ્ટમેન મોહહમદ કૈફને આગામી ઇંડીયમ પ્રીમિયર લીગની સીઝન માટે સહાયક કોચ બનાવ્યો છે. કૈફ 2017માં આઇપીએલ સીઝનમાં ગુજરાત લાયન્સનો સહાયક કોચ હતો. કૈફે કહ્યું કે દિલ્હી ડેરડેવિલ્સ ટીમ સાથે જોડાવવાની મને ખુબ ઈચ્છા હતી અને તેમની સાથે જોડાઈને મને ખુબ સારું લાગે છે. આ એક સારી ટીમ છે અને અમે આગામી સીઝનમાં જરૂર સારું પ્રદર્શન કરીશુ.

 

(1:14 pm IST)