ખેલ-જગત
News of Thursday, 10th October 2019

મહિલા ફૂટબોલ: ભારતે નેપાળને 4-1થી આપી માત

નવી દિલ્હી: ભારતીય મહિલા અંડર -15 ફૂટબોલ ટીમે બુધવારે નેપાળને 4-1થી હરાવી, SAIF ચેમ્પિયનશીપમાં વિજેતા શરૂઆત કરી. અહીંના ચલીમિતાંગ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સ્ટ્રાઈકર લિન્ડા કોમ સેર્ટોએ ભારત માટે બે ગોલ કર્યા હતા. તેમના સિવાય સુમતી કુમારી અને પ્રિયંકા સુજીશે એક-એક ગોલ કર્યો હતો.નેપાળ તરફથી મન માયા દમાઇએ એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.જીત બાદ ટીમના મુખ્ય કોચ એલેક્સ એમ્બ્રોઝે કહ્યું, "પહેલી મેચ હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ અમે સારા પાસ આપ્યા અને ઘણી તકો ઉભી કરી. અમે હજી વધુ સારી રીતે રમી શકીએ છીએ."ભારતીય ટીમ તેની આગામી મેચ શુક્રવારે યજમાન ભૂટાન સામે રમશે.

(5:09 pm IST)