ખેલ-જગત
News of Wednesday, 10th October 2018

જોહોર કપમાં ભારતની સતત ત્રીજી જીત: જાપાનને 1-0થી કર્યું પરાસ્ત

નવી દિલ્હી: કપ્તાન મનદીપ મોરે 42મી મિનિટે પેનલ્ટી કોર્નર પર કરેલા ગોલના લીધે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમ સતત ત્રીજી વખત સુલતાન જોહોર કપમાં જીત મેળવી છે ભારતીય ટીમે જાપાનની ટીમને 1-0થી હરાવીને જીત મેળવી છે. ભારત અને જાપાન વચ્ચેની મેચમાં વરસાદના લીધે પહેલા હાફમાં થોડા સમય માટે મેચ રોકી દેવી પડી હતી પણ બીજા હાફમાં ભારતે સારું પ્રદર્શન કરીને જીત મેળવી. ભારતીય ટીમે પહેલા મેલેશિયાને 2-1થી અને ન્યુઝીલેન્ડને 7-1થી હરાવી છે. ભારતની આગામી મેચ આજે ઓસ્ટ્રેલિયા સામે છે.

(6:33 pm IST)