News of Monday, 10th September 2018
23 ઓક્ટોમ્બરથી શરૂ થશે 35માં ઇન્ડિયન ઓઈલ સર્વો સુરજિત હોકી ટુર્નામેન્ટ
નવી દિલ્હી:હોકી ઇન્ડિયા દ્વારા 35માં ઇન્ડિયન ઓઈલ સર્વો સુરજિત હોકી ટુર્નામેન્ટ 23થી 31 ઓક્ટોમ્બર સુધી શરૂ થવાની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ જલંધરના ઓલ્પિયન સુરજિત હોકી સ્ટેડિયમ ખાતે થશે.
આ ટુર્નામેન્ટમાં પંજાબ પોલીસ જલંધર, ઇન્ડિયન રેલવે દિલ્હી, પંજાબ એન્ડ સિંધ બેન્ક દિલ્હી, પંજાબ નેશનલ બેન્ક દિલ્હી, ઇન્ડિયન ઓઈલ મુંબઈ, ભારત પેટ્રોલિયમ મુંબઈ, ઓ.એન.જી.સી.દેહરાદૂન, આર્મી ઇલેવન દિલ્હી, નામધારી ઇલેવન સિરસા,એયર ઇન્ડિયા મુંબઈ, ઇન્ડિયન એરફોર્સ દિલ્હી, બી.એસ.એફ.જલંધર, ઇન્ડિયન નેવી મુંબઈ જેવી ટીમો રમશે.
(5:47 pm IST)