News of Friday, 10th August 2018
એશિયાઈ રમતોમાં ભારતીય દળની આગેવાની કરશે નીરજ ચોપરા
નવી દિલ્હી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ ભાલા ફેક વિજેતા યુવા એથ્લીટ નીરજ ચોપરા 18 ઓગસ્ટથી ઇન્ડોનેશિયામાં શરૂ થનાર એશિયાઈ રમતોમાં ભારતીય દળમાં ધ્વજવાહકની ભૂમિકા ભજવશે.
ભારતીય ઓલમ્પિક સંઘના અધ્ક્ષય નરેન્દ્ર ધ્રુવ બત્રાએ એશિયાઈ રમતોમાં ભાગ લેવા જય રહેલ ભારતીય એથ્લીટ માટે આયોજિત વિદાય સમારોહમાં આ વાતની જાહેરાત કરવામાં આવે હતી. આ અવસર પર કેન્દ્રીય રમત મંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડ પણ હાજર હતા. ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમ્બાન્ગમાં 18 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી 18માં એશિયાઈ રમતોનું આયોજન કવામાં આવ્યું છે ભારતે આ રમતોમાં પોતાના 800થી વધુ સભ્યોને ઉતાર્યા છે. જેમાં 572 એથ્લીટ જુદી- જુદી રમતોમાં પદક માટેની દાવેદારી નોંધાવે છે.
(3:30 pm IST)